જાહેરાતોથી ધ્યાનમાં આવ્યા,
હપ્તે હપ્તે મકાનમાં આવ્યા.
સ્હેજ મ્હેંક્યા અમે ખરા દિલથી,
“સેન્ટ” થઇને દુકાનમાં આવ્યા.
લોક બેભાન થઇ ગયા પીને,
ને અમે પીને ભાનમાં આવ્યા.
કાલ દરિયામાં શાંતિ તો હતી,
આજ કેમ મોજા તાનમાં આવ્યા?
પીડા સાથે જરા મહોબ્બત થઇ,
પ્રશ્નો દોડીને જાનમાં આવ્યા.
કાલ થઇ’તી અમારી જે ભૂલો,
ન્યુન પેઢીના જ્ઞાનમાં આવ્યાં.
– સિદ્દીક ભરૂચી | Siddiq Bharuchi
Leave a Reply