ગઝલ : હા માં ના કરે.
છું બેવફા ને મુજમાં ઘણી આસ્થા કરે,
એને કહો કે થોડી ઘણી હામાં ના કરે.
સાચો લગાવ હોય તે બીરદાવશે ગઝલ,
સમજ્યા વગર ન કોઈ મને વાહવા’ કરે.
ફાડી શકો નહીં તમે ધરતીને સ્હેજ પણ,
અપરાધને કહો કે હવે પારણા કરે.
શેરીમાં એક ચંદ્ર પર નજરો શું સ્થિર થૈ’
બારી સુધી એ રોજ કદમ આવ જા કરે.
હો’ સ્વાર્થ ત્યાં સુધી જ કરે છે સલામ દોસ્ત,
આ ભૂલ કોઇ એક નહિં ભલભલા કરે.
જેણે અમારી સાથે મહોબ્બત કરીને એજ
દરરોજ ઈન્તેજારથી અમને સજા કરે.
– સિદ્દીક ભરૂચી | Siddiq Bharuchi
Leave a Reply