થઇ જવું’તું પછી જુદા ન થયા,
બેવફા થઇને બેવફા ન થયા.
રૂપ ભાષાઓમાં લખાયું ઘણું,
મારી ભાષામાં તરજુમા ન થયા.
પારકા કઇ રીતે ગણું મારા,
જે અડીને હતા સગા ન થયા.
દીપ વિશ્વાસનું થયું ઝળહળ,
તે પછી બંધ બારણા ન થયા.
પૂર ઝડપે નગરનો જન્મ થયો,
આદમી જેવા દાખલા ન થયા.
રાખવા માંગતા’તા બીજો ખુદા,
પણ ખુદા સામે કો’ ખુદા ન થયા.
એટલે પોલીસોએ રદ કર્યા,
જે હતા એવા મયકદા ન થયા.
રોશની લઈને ચાંદના વ્હેમે,
તારલા શું એ આગિયા ન થયા.
– સિદ્દીક ભરૂચી | Siddiq Bharuchi
Leave a Reply