ગઝલ……છે.
અમારા કરમ સૌ સમિક્ષામાં છે,
ઘરો, શેરીઓની પરીક્ષામાં છે.
ગરીબાઈ લજવાય છે માંગતાં,
અમીરાઈ ખુશહાલ ભિક્ષામાં છે.
મળી બાતમી કે ‘મુસાફર રૂપે’,
મદીરા ખચોખચ આ રીક્ષામાં છે.
વહેશે કયા ઝાંઝવા મંચથી?
નિમંત્રિત નજર સૌ પ્રતીક્ષામાં છે.
પ્રણય પર ખુશીની સહી થઇ ગઈ,
સફર જીંદગીની આ દીક્ષામાં છે.
મને આદમી ત્યાં ઉભરતો મળ્યો,
એ જાદૂ ફકત માની શિક્ષામાં છે.
– સિદ્દીક ભરૂચી | Siddiq Bharuchi
Leave a Reply