બદન….ગઝલ
કાંચના ઘરમાં રોશનીનું બદન,
જેમ કોઇ હોઠ પર ખુશીનું કવન.
થઇ ગયું ત્યાં જ માનવીનું પતન,
જ્યાંથી મુરઝાય લાગણીનું સુમન.
એજ ઘટના વધારે જીવે છે,
પ્રેમથી દે , જે ભાવભીનું ઈજન.
દિલના કર્ણોથી સાંભળી શકશો?
વ્રુક્ષ , પર્ણો ને ડાળખીનું કવન.
તો જ બેકાર કહે,નથી ફૂરસદ,
ઓન લાઈન છે , દોસ્તીનું દમન.
કામ “કહેવત” ન આવે જ્યાં ‘સિદ્દીક’,
ત્યાં જ આવે છે , શાયરીનું વજન.
– સિદ્દીક ભરૂચી | Siddiq Bharuchi
Leave a Reply