જા……ગઝલ
દિલ નગરમાં જગા બનાવી જા,
આદતોને જરા સુધારી જા.
સૂઇ ગયા ઊંઘ લોક પહેરીને,
આ ઈલાકામાં હાક મારી જા.
તું ગળે ના મળે તો વાંધો નહિ,
કમસે કમ હાથ તો મિલાવી જા!.
એણે નફરતના બીજ વાવ્યા છે,
તું મહોબ્બતનો દવ લગાડી જા.
માન આપી , ન દે , સજા અમને,
મંચ પરથી મને ઉતારી જા.
ચીંધતાં આંગળી પ્રથમ ‘સિદ્દીક’,
આપણાં કર્મને તપાસી જા.
– સિદ્દીક ભરૂચી | Siddiq Bharuchi
Leave a Reply