સ્વાગત છે,તારૂ આવ ને મહેફિલ શરાબ કર,
એવી શરાબ દઇને પ્રસંગ લાજવાબ કર.
નરસિંહાનંદને કહ્યું ગંદી સિયાસતે,
ભારતમાં કેમ શાંતિ ? એને ખરાબ કર.
શરમાઈ જાય છે હવે પૂનમની એ ચમક,
બારીના ચાંદને કહો મુખ પર નકાબ કર.
તેં બેહિસાબ પ્રેમ કર્યો’તો એ યાદ છે,
મારી એ બેવફાઈનો તુ પણ હિસાબ કર.
બેશક ઘમંડ શોભે છે , તારા જ મસ્તકે,
એમાં જ ફાયદો છે , કદી ના રૂઆબ કર.
કેપ્ટનને કહો , હાર નથી પણ એ “પાઠ” છે,
તૈયાર થઇ ને ઈંટનો પથ્થર જવાબ કર.
– સિદ્દીક ભરૂચી | Siddiq Bharuchi
Leave a Reply