જઇએં……ગઝલ
સાંભળે, એ જ કાનમાં જઇએં,
સાદ થઇને મકાનમાં જઇએં.
હે ‘મશાલો’,સમજવા એક ઘરને,
કોઇ ‘માણસ’ની જાનમાં જઇએં.
કેમ સર્જન થયું છે આદમનું!!
એ જ કારણ કુર્આનમાં જઇએં.
આજ મોઘમ થયું છે “મળવાનું”,
દોસ્ત, જાંણે દુકાનમાં જઇએં.
રાજ નેતાની છાવણી કરતાં,
એક ગઝલના વિધાનમાં જઇએં.
શું હવાડામાં આવ્યું ” સિદ્દીક”,
એ કવિના દિવાનમાં જઇએં.
– સિદ્દીક ભરૂચી | Siddiq Bharuchi
Leave a Reply