ગઝલ,…..થશે
જ્યાં જશો ત્યાં બહારો થશે,
ચાહકો પર ઈજારો થશે.
છાંયડામાં મહોબત મળી,
હમસફરના કરારો થશે.
જ્યાં યુવાધનના પર્વો થશે,
લોચનોના શિકારો થશે.
રોશનીને ઉજવશો અગર,
ફોડવાના , પગારો થશે.
જો નગર હોટલોમાં ફરે,
રોજ મોંઘા બજારો થશે.
પ્રેમની લૉન આપો તમે,
આંગણે કંઇ કતારો થશે.
ઓટલે ચાર ભેગા મળ્યા,
કોઈ ઘરમાં દરારો થશે.
– સિદ્દીક ભરૂચી | Siddiq Bharuchi
Leave a Reply