સકળ જગમાં અમે મોભી રહ્યા છે,
ગલી, રસ્તા, નગર શોભી રહ્યા છે.
મુસાફર જીંદગી છે આ જગતમાં,
સમજતા ના,અમે થોભી રહ્યા છે.
કલંકો કેમ છે માણસના નામે?
આ પ્રાણી તો સદા ધોભી રહ્યા છે.
જવાનું હોય છે “લૂગડાં” મૂકીને,
અમે હર વાતમાં લોભી રહ્યા છે.
તને સ્વિકારવા, શોભાવવા ઘર,
ઈશારો પામવા થોભી રહ્યા છે.
– સિદ્દીક ભરૂચી | Siddiq Bharuchi
Leave a Reply