વિચારવા લાયક, ટૂંકી બહેરમાં
ગઝલ,
તાળીઓ પાડી શકો છો,
કાંઈ પણ ફેંકી શકો છો.
ખાલીપો મૂકી શકો છો,
ને ગમો પાળી શકો છો.
એ મને ભૂલી શકે ના,
એ દુવા માંગી શકો છો.
પૂષ્પ શા હસ્તા રહીને,
દિલ તમે જીતી શકો છો.
ચાર ભિંતો ના રહે પણ,
છતને તો રાખી શકો છો.
જેટલા ભણ્યા ગણ્યા હો,
છૂટથી વર્તી શકો છો.
હું સખત પથ્થર છું તોપણ,
શબ્દથી તોડી શકો છો.
– સિદ્દીક ભરૂચી | Siddiq Bharuchi
Leave a Reply