ગઝલ…થઇ જાયે
કાશ આ જૂઠ સત્ય થઇ જાયે,
જે નથી એ જ શક્ય થઇ જાયે.
ભૂલવા ચાહો ને ભૂલાય નહિં,
એવી એક ક્ષણ અશક્ય થઇ જાયે.
કલમ-પીંછી,વિચાર – શબ્દો-રંગ,
લાવો કાગળ પર દ્રષ્ય થઇ જાયે.
જૂઠ બોલો તો , ચોતરફ આનંદ,
સત્ય બોલો “રહસ્ય” થઇ જાયે.
જેને ચાહું ને એ મળે તુર્ત જ,
લાગણી ધન્ય ધન્ય થઇ જાયે.
મારા શે’રોમાં એટલો શક છે,
સાંભળે એનું લક્ષ્ય થઇ જાયે.
“ઝૂંપડીનું” મળસ્કું સ્વપ્ન જુએ,
મહેલ અહિંયા જ ભવ્ય થઇ જાયે.
તારી એક હાજરીથી ઓ” સિદ્દીક”,
કંઇ ઉદાસી અદ્રષ્ય થઇ જાયે.
– સિદ્દીક ભરૂચી | Siddiq Bharuchi
માર્ચ 2022ના “સાંજ” ઈમેગેઝિનમાં અપ્રગટ ગઝલ મંગાવી માનપૂર્વક સ્થાન આપવા બદલ તંત્રીશ્રી તલાટી કોમલબેનનો તથા સમગ્ર ટીમનો ખૂબ ખૂબ આભારી છું,
Leave a Reply