મારગની બન્ને બાજુએ છાંયો થયો છું હું,
જ્યાં ત્યાં મુસાફરોનો વિસામો થયો છું હું.
ઘરને અમલમાં લાવ્વા ટેકો થયો છું હું,
નડતર વગર સમાજની ભીંતો થયો છું હું.
કૂવેથી કાઢી મુજને હવાડામાં જોઈ લો,
અન્યાય મોટો થાય ત્યાં ઝઘડો થયો છું હું.
માણસગીરીનો કાંઈપણ મુજમાં નથી અભાવ,
તો પણ અનેક આંખોમાં વાંધો થયો છું હું.
કોઈ ગુનાને જીવતો રાખી શકો હવે,
એના જ થડમાં પાંણી શો હપ્તો થયો છું હું.
– સિદ્દીક ભરૂચી | Siddiq Bharuchi
Leave a Reply