ગઝલ…પ્રમાણમાં
એવું તો શું લખું હવે તારા વખાંણમાં?
તારૂં સ્મરણ છે આભ ને ધરતીના પ્રાંણમાં.
ખોવાઈ ગઇ છે એક અમારી જ ઓળખાણ,
પહોંચાડજોને ભાળ , તમારી હો જાંણમાં.
તમને અહીં જ મળશે , પરીચય એ હાથનો,
છે દર્દનો ઉજાસ , ગઝલના .. લખાંણમાં.
પહેલાં રડી જ પડતાં હતા દિલ જુદા થતાં ,
રાહત અનુભવે છે હવે સૌ પ્રયાંણમાં.
અંધાર ચોતરફ છે હયાતીમાં ચંદ્રની,
રાખો ભટકતી આત્મા થોડી પ્રમાણમાં.
શે’રો અમારા શબ્દોના જુમ્ખા નથી હે મિત્ર,
મોતી જડે છે, એમને પ્હોંચે ઊડાંણમાં.
– સિદ્દીક ભરૂચી | Siddiq Bharuchi
Leave a Reply