એક નવી સરળ ગઝલ
ગઝલ
કાંઈ પણ વિચારું ,તો એ ખયાલ તાવે છે,
કોઈ ચીજ સ્પર્શુ, તો નામ તારૂં આવે છે.
જેટલી બિમારી છે સ્પેશિયલ તબીબો છે,
જંગ કેમ જારી છે, ભીડ કેમ જામે છે?
બાળકોને ગબ્બરનો ભય બતાવનારી મા,
પ્રેમ બાપનો આપી ઊંઘતા ઉઠાડે છે.
રોજ એક નવું સપનું, ઈશ્ક જીતવા કાજે,
બારણે ટકોરા દઇ , દિલને દિલ જગાવે છે.
ઘરની એક અદાલતમાં,ન્યાયાધીશ પોતે થઇ
એક ” મા ” જ એવી છે , દર્દ લઈ દુવા દે છે.
– સિદ્દીક ભરૂચી | Siddiq Bharuchi





Leave a Reply