ગઝલ…..શું છે?
શાયરી છે તો શાયરી શું છે?
આદમી છે તો આદમી શું છે?
જાગ્યા ત્યાંથી સૂઇ ગયા ત્યાં લગ,
જીંદગી છે તો જીંદગી શું છે?
પાંપણોથી ઊલાળો કરતાં થઇ,
દોસ્તી છે તો દોસ્તી શું છે?
જીંદગી ફક્ત નામ “જીવવાનું” ?
બંદગી છે તો બંદગી શું છે?
એક મોભાની મોભેદારી છે,
પાઘડી છે તો પાઘડી શું છે?
ચાર પોલીસ સફાળા થઇ જાયે,
બાતમી છે તો બાતમી શું છે?
જેના કારણ છે એક ખેંચાખેંચ,
લાગણી છે તો લાગણી શું છે?
– સિદ્દીક ભરૂચી | Siddiq Bharuchi
Leave a Reply