એટલું સમજાવવાનું રહી ગયું,
પ્રેમ છે, દર્શાવવાનું રહી ગયું.
બારણે ઉત્સાહને ગમ્યું નહિં,
માનને સનમાનવાનું રહી ગયું.
આપણી ઓળખ મટી ગઇ દોસ્તો,
માણસોમાં આવવાનું રહી ગયું.
બુરખામાં મુસ્લિમ નહિં હિંદુય છે,
સાર આ વિસ્તારવાનું રહી ગયું.
અફરાતફરીના છે ઘોડા ચોતરફ,
ભૂલને ધિક્કારવાનું રહી ગયું.
– સિદ્દીક ભરૂચી | Siddiq Bharuchi
Leave a Reply