“જામે શાહી” તથા તબાહી પણ,
જે થવું હોય એને ચાહી પણ.
જે નીકળશે અમારા મુખથી શબ્દ,
“સત્ય” રે’શે અને ગવાહી પણ.
મોબાઈલ યુગમાં થઇ ગયા ગાયબ,
‘મયકદા, મય અને સુરાહી પણ.
લોકશાહી તો નામની છે ફકત,
બાકી ઝળકે છે રાજાશાહી પણ.
આપણે કાયમી નથી “સિદ્દીક”,
થોડું રોકાણ છે ને રાહી પણ.
– સિદ્દીક ભરૂચી | Siddiq Bharuchi
Leave a Reply