દર્દને એક વાત સમજાવી જુઓ,
જેટલું બળ હો’તો વીસરાવી જુઓ.
દિલમાં અંકાયા તો નીકળીશું નહિં,
દિલ લગાવી ક્યાંક અજમાવી જુઓ.
એ રીતે હોઠો ઉપર આવી જઈશ,
એક – બે શેરોને મમળાવી જુઓ.
જોઇએં, અહિં પ્રેમ છે કે નફરતો,
“હેડલાઈનમાં” મને લાવી જુઓ.
ફૂલડાંથી તો ઘરો શોભી રહ્યા,
માણસાઈથી તો મ્હેંકાવી જુઓ.
બારણે ઈચ્છાના દર્શન થઈ જશે,
બેલ નહિં મિસ્કૉલ ખખડાવી જુઓ.
આપણી ઓળખ ગમે ત્યાંથી મળે,
કર્મથી ત્રિરંગો ફરકાવી જુઓ.
– સિદ્દીક ભરૂચી | Siddiq Bharuchi
Leave a Reply