આંખડીનો વિચાર હું જ હતો,
આખી ઘટનાનો સાર હું જ હતો.
જ્યા ન હિંમત જવાની કોઈ કરે,
ત્યાં થયેલો પસાર હું જ હતો.
‘માન સન્માન ‘ જેને મળ્યા’તા,
એનો પણ દુસ્પ્રચાર હું જ હતો.
એની મહેફિલમાં ક્રુર નજરોથી,
સૌથી પહેલો શિકાર હું જ હતો.
એજ જીતે તમામ વ્યવહારે,
એનું કારણ ઉદાર હું જ હતો.
ઈશ્ક પરદા બહાર તો આવ્યું,
હદ વિના બેકરાર હું જ હતો.
– સિદ્દીક ભરૂચી | Siddiq Bharuchi
Leave a Reply