એક સંદર્ભિક – ગઝલ
વાતમાં વજન તો છે પણ જરા અજાણી છે,
આ નવા સમંદરમાં , સો નદીનું પાંણી છે.
આ અજબ વિરાસત છે,માન આપવા ખાતર,
વાદળોના હોઠો પર શું કઠોર વાંણી છે!
ક્યાં હવે ગરીબી છે, ક્યાં બેરોજગારી છે,
કંઇ ઘરોના આંગણમાં બેસબબ ઉજાંણી છે
“સત્ય બોલવું” તો છે, ધર્મની વફાદારી,
પણ હવે આ કળિયુગમાં,દોસ્તો, કમાણી છે.
દશ ધનિક લોકોની , યાદીમાં શું ભૂસાયો!
બસ ,દરેક છાપાના હોઠો પર અદાણી છે.
મિત્રતા , દયા, સંતોષ, ન્યાય ને સમજદારી,
વર્ગમાં શીખવવાની આ કલા પુરાણી છે?
– સિદ્દીક ભરૂચી | Siddiq Bharuchi
Leave a Reply