બેસબબ નજરોમાં ના રાખો મને,
ચાહવું છે , તો સતત ચાહો મને.
હર બિમારીની દવા બસ પ્રેમ છે,
દિલના ઊંડાણેથી સ્વીકારો મને.
‘દુશ્મની’ કરતાં, છે ઓછી મિત્રતા,
દોસ્તો, આવો ને વિસ્તારો મને.
કેટલા , કેવા , ભજવ્યા નાટકો ?
રોજના અખબારમાં વાંચો મને.
લાભ જ્યાં દેખાય ત્યાંથી બેધડક,
એવી હર જગ્યાએથી કાપો મને.
હું તમારા દિલથી જો નીકળી ગયો,
તો પછી શા કામ બૂમ પાડો મને.
અજનબી છું શહેરનો રસ્તો કહે:
કોણ છો,ક્યાંથી છો સમજાવો મને.
– સિદ્દીક ભરૂચી | Siddiq Bharuchi
Leave a Reply