સ્હેજ ફરવા શું રાહમાં આવ્યા!
છત ને ભીંતોની આંખમાં આવ્યા.
થઇ ગયા જે ફરાર અપરાધો.
ભાગી ભાગીને હાથમાં આવ્યા.
ત્યાં મુલાકાત મ્રુત્યુની થઇ ગઇ,
માનવી જ્યારે જાનમાં આવ્યા.
ફોરા પડ્યા ને શેરી – નાકેથી,
કંઇ અવાજોય તાનમાં આવ્યા.
ફેસબુક પર ગઝલ ને શે’રોથી,
કંઈક મિત્રોના ધ્યાનમાં આવ્યા.
ગઝલો સમજાઈ ના છતાં ‘સિદ્દીક’,
સારી સંખ્યામાં ‘વાહ’માં આવ્યા.
કોઇ કારણ હશે સફળતાનુ,
શહેરના શહેર. ગામમાં આવ્યા.
– સિદ્દીક ભરૂચી | Siddiq Bharuchi





Leave a Reply