ચોતરફ બદનામ થઈને પણ મને એ લઈ ગયો,
જીંદગીની એક હોડી નાખુદા જે લઈ ગયો.
ગઝલ
અશ્રુઓ એનામાં રાતા આવશે,
દર્દને સાચું જો ગાતા આવશે.
ઈશ્વર તારાજી જ્યારે વેરશે,
દાન લઈને તો જ દાતા આવશે.
‘આજનું ભણતર’ સહન કરશો છતાં,
બુદ્ધિને કંઇ ગમ સતા’તા આવશે.
સો ટકા, એ વાત સાચી થઇ જશે,
સમ ખુદાના જેને ખાતા આવશે.
થઇ જશે પ્લાયન ખરા કપરા સમય,
આવશે વ્હારે તો માતા આવશે.
– સિદ્દીક ભરૂચી | Siddiq Bharuchi
Leave a Reply