એક નવી અપ્રકાશિત
ગઝલ
શીશુઓ, વ્રુધ્ધો હવે મેદાનમાં આવી ગયા,
લાજ વેચી ફેસબુકની જાનમાં આવી ગયા.
ક્યારે ના તૂટી શકે, એ જ્ઞાનમાં આવી ગયા,
થૈ’ને સંબંધો તમારા ભાનમાં આવી ગયા.
જેવીતેવી ગઝલોનું સ્વાગત થવા લાગ્યું હવે,
એવા કંઈ બ્હાને અમે સનમાનમાં આવી ગયા.
આંધીઓ ત્યાં સમસમી ગૈ,લાજથી ઝૂકી ગઈ,
બે ફરિસ્તા, નફરતોના ‘મિયાનમાં આવી ગયા.
સુખના બે ફોરા શું પડ્યા , ‘કોલરો’ઊંચા થયા,
જોઇને બારી, કમાડો તાનમાં આવી ગયા.
ચંદ્ર પર પડતાં નજર એવો તો જાદુ થઇ ગયો,
તમને મે જોયા ને તમ વરદાનમાં આવી ગયા.
એના વંશજની પછી ઓળખ મળી ગઇ એ રીતે,
આદતોના કંઈ ઝરણ સંતાનમાં આવી ગયા.
– સિદ્દીક ભરૂચી | Siddiq Bharuchi
Leave a Reply