આટલી લાંબી જીંદગી શું છે?
કંઈ નથી તો આ આદમી શું છે?
હાથ ખાલી જો લઈ તરસ આવે,
તો સમંદર શી શાયરી શું છે?
વૉટમાં બેવફાઈ સામીલ હોય,
તો મશીનોથી ગણતરી શું છે?
જાતને ખુલ્લેઆમ મૂકવી છે!
એ બતાવો કે બંદગી શું છે?
એ બહાને કહી શકાય છે સત્ય,
મશ્કરી છે તો મશ્કરી શું છે?
વર્ષ વીતે તો જશ્ન નક્કી છે,
શું સમજ્યા એ એક ઘડી શું છે?
– સિદ્દીક ભરૂચી | Siddiq Bharuchi
Leave a Reply