મહોબ્બતની એવી તો આદત નથી,
કહે : મુજને તારી જરુરત નથી.
ગુનાહોને ગઇકાલ એક ભય હતો,
ગુનેગારને આજ હેબત નથી.
આ દોઝખ નવા જ્ઞાનની દેન છે,
હવે ક્યાંય શોધેય જન્નત નથી.
હવે માચીસોના થયા હાથપગ,
હવે કોઈપણ હાથ કરવત નથી.
અહીંના પશુઓને શીગડા નથી,
કયું છે નગર જ્યાં અદાલત નથી?
બધા સાંપના ઝેર ઉતરી ગયા,
અને સૌ સગામાં મહોબ્બત નથી.
તમે સ્વર્ગની ચાવી “મા”ને ન સમજો,
બધી પૂજા, પૂજા ઈબાદત નથી
– સિદ્દીક ભરૂચી | Siddiq Bharuchi
Leave a Reply