એક નવા મિજાજની ગઝલ
ફકત આ કારણે તાળી વગાડો,
તમે જાગી રહ્યા છો ? એ બતાવો.
જૂના શ્વાંસોની કાયમ એક બીમારી,
જરા ચાલે અને માંગે વિસામો.
નવા નગરોની જ્યાં બારી ખૂલે છે,
મળે પ્રશ્નોની ત્યાં લાંબી કતારો.
રખેવાળ જ અહીં ચીભડા ગળે છે,
કિસાનોને કહે છે વાડ, જાગો.
જરા મૂર્ઝાય ને પાછા ખીલે છે,
પ્રણયના વ્રુક્ષમાં વિશ્વાસ રાખો.
– સિદ્દીક ભરૂચી | Siddiq Bharuchi
Leave a Reply