જીવતર છે, તો થોભવાનો સમય,
શ્વાંસ થોભ્યા તો છે જવાનો સમય.
તું જો રૂઠીને બેવફાઈ કરે,
તો સમજશું, જુદા થવાનો સમય.
આટલા શ્રમથી ના મળે કોઈ ફળ,
હાથ ધોઈને બેસવાનો સમય.
સાંઠ – પાંસઠ વરસ થયા તો હવે,
હાડકાઓનો છે દવાનો સમય.
હસતાં હસતાં જરાક આંખ મળી,
તો થયો દિલને પામવાનો સમય.
– સિદ્દીક ભરૂચી | Siddiq Bharuchi





Leave a Reply