સૂર્યની ચીસો નીકળતી જોઈ છે?
ચાદરો માથેથી ખસતી જોઈ છે?
એક મોસમમાં આ જાદુ થાય છે,
તેં યુવાની ક્યાંક ખીલતી જોઈ છે?
ચાર ભીંતોમાંય જે શરમાય છે,
સૌએ મિડિયા પર મરકતી જોઈ છે.
ઉચ્ચતાની ટોચ પર પ્હોંચેલ શ્રી,
એટલી જલ્દી ઉતરતી જોઈ છે.
સાથ મરશું એ વચન દેનાર પણ,
બેવફા, કાળે વિસરતી જોઈ છે.
જ્યાં સમંદરમાં જહાજો ના વહે,
ત્યાં સુકામાં નાવ તરતી જોઈ છે.
એજ વ્યક્તિ કંઇ બજારોમાં મળી,
ક્યાંક હસતી,ક્યાંક રડતી જોઈ છે.
દર્દના હુફાળા દરિયામાં જુઓ,
માછલી બેખોફ તરતી જોઈ છે?
– સિદ્દીક ભરૂચી | Siddiq Bharuchi
Leave a Reply