એક નવી ગઝલ
“તરત બોલી ઊઠે પથ્થર”વચનમાં એ અસર લાવો,
અંધારી રાત છે ને રોશની ચંદ્ર વગર લાવો.
પ્રશંસા એકદમ જૂઠી કરો જે લોકની સામે,
ખુદા સાચી કરે તો ડંકાની તમ ચોટ પર લાવો.
નવી વસતીમાં ખોવાઈ ગયું છે સભ્યતાનું ગામ,
ન કોઈ ગમ, ન કોઈ પ્રશ્ન હો એવું નગર લાવો.
વષંતો નાચતી ગાતી હતી , ત્યાં પાનખર લાવ્યા,
વતન ખીલી ઉઠે એવી હવે સુંદર નજર લાવો.
– સિદ્દીક ભરૂચી | Siddiq Bharuchi
Leave a Reply