હું ઈશારાનો કોઈ સાજ નથી,
છું ગઝલ ,બેસૂરો અવાજ નથી.
હિંદુ મુસ્લિમના એવા લાછનથી,
જે હતી લાજ એય લાજ નથી.
પ્રેમની સૌને લોન આપું છું,
એવું ધિરાણ છે કે વ્યાજ નથી.
એક તુ છે, કલમ ને કાગળ છે,
એ સિવાય કોઈ કામ કાજ નથી.
બેવફાઈથી થઇ શકે છે પરાસ્ત,
ઈશ્કની હારનો ઈલાજ નથી.
ફૂલ મ્હેકે ને ચાંદની વરસે,
આ ચમનમાં હવે રિવાજ નથી.
– સિદ્દીક ભરૂચી | Siddiq Bharuchi





Leave a Reply