સંમતિનો જવાબ આપે છે,
હાથ કેવો ગુલાબ આપે છે!
મારી, લૂટી ને ઘર જલાવીને,
રોજ જનતા હિસાબ આપે છે.
હા , ભણેલાને ખાસ મોકાપર,
યાદ રાખી કિતાબ આપે છે.
હું પરિચિત છું એવા મિત્રોથી.
પાંણી માંગુ શરાબ આપે છે.
લોક બેકાબુ થઈ ને ગુસ્સામાં,
મોટા મોટા ખિતાબ આપે છે.
“લાજના” રક્ષકો જ લજવાઈ,
રોજ બચવા નકાબ આપે છે.
“ઈશ્ક” ક્યારે જુદા નથી કરતો,
નિત્ય રહેવાને ખ્વાબ આપે છે.
– સિદ્દીક ભરૂચી | Siddiq Bharuchi
Leave a Reply