આંખમાંથી “ઉતારી” ગયા,
એમ કિર્તી વધારી ગયા.
ખાસ મોકાએ વાંચી મને
કંઇ વિશેષણથી ધારી ગયા.
દિલનું લેશન ભણીને તરત,
મુજને જોતાં વિચારી ગયા.
હારીને પણ હું જીતી ગયો,
એ જીતીનેય હારી ગયા.
એક નકશો હતો ચિત્તમાં,
ગ્રંથમાં બસ ઉતારી ગયા.
વાત ‘સિદ્દીકની’ સમજાઈ ગઇ,
દર્દ ભૂલીને વારી ગયા.
– સિદ્દીક ભરૂચી | Siddiq Bharuchi
Leave a Reply