જૂઠ બોલ્ચા તો માનપાન થયા,
એમ આગળ જતાં મહાન થયા.
દિલથી દિલને જરાક આંખ મળી,
રણ હતું ત્યાં ઘણાં મકાન થયા.
કાવ્યથી જે હજુ અજાણ હતા,
આજ એ સાહિબે – દીવાન થયા.
હોશવાળાને ઊંઘ આવી ગઇ,
ઊંઘવાળા બધા સભાન થયા.
તાજા વનમાં એ પાનખર આવી,
સર્વે વ્રુક્ષોના પીળા પાન થયા.
– સિદ્દીક ભરૂચી | Siddiq Bharuchi
Leave a Reply