મારા જ શેર મારો પરીચય કરાવશે,
શબ્દો અમારા કાળના વિડીયો બતાવશે.
જીવનની આ નિશાળમાં દાખલ થયા પછી,
શિક્ષક નહિં અનુભવો સૌને ભણાવશે.
વસ્તી નવી છે એટલે બદલાઈ ગઈ પ્રથા,
કચરાનું “વાન” આવશે, સીટી વગાડશે.
જાગ્રુત થવું જ પડશે આ મેસેજ, ફોનથી,
પીડા તમારા દ્વાર નહિં ખટખટાવશે.
શીખવે છે મુજને આજનું શિક્ષણ નવું નવું,
અપરાધ હર પ્રકારના તાળી વગાડશે.
એક વાર મારા ગામની મહેમાન તો તુ થા,
સ્વાગતમાં લોક પૂષ્પોથી રસ્તા સજાવશે.
આ ચાર સૌથી શ્રેષ્ઠ વિવેચક છે એમની
નજરોમાં આવી જાય તો ભૂલો ગણાવશે.
– સિદ્દીક ભરૂચી | Siddiq Bharuchi
Leave a Reply