દિલ ને ચહેરા ઉદાસ કોણ કરે?
આ અસર આસપાસ કોણ કરે?
આ નવા શહેરની નવી મોસમ,
હિંદુ-મુસ્લિમનો ત્રાસ કોણ કરે?
ફક્ત આળસ છે,જ્યાં ખજાનો છે,
એવા સ્થળની, તપાસ કોણ કરે?
શું મુકદ્દર છે મોઘવારીનું!!!
કોઈ પૂછો વિકાસ કોણ કરે?
થાકી હારીને પૂષ્પોએ કહ્યું,
આ નગરમાં સુવાસ કોણ કરે?
“યાદ” દરવાજો ખટખટાવે છે,
પ્હાંણ શા દિલમાં વાસ કોણ કરે?
એક મુઠ્ઠીમાં વિશ્વ છે “સિદ્દીક”,
તો જગતનો પ્રવાસ કોણ કરે?
– સિદ્દીક ભરૂચી | Siddiq Bharuchi
Leave a Reply