કહેવાને સિંપલ લાગે છે,
નખશિખ કોઈ ગઝલ લાગે છે
સાગર , ભરતી , ઓટ સરીખું,
જીવન પણ જલથલ લાગે છે.
ખૂબ ભણેલી વસ્તી આજે,
જાણો તો ચંબલ લાગે છે.
સન્નાટાથી ભડકે શ્રદ્ધા,
લોક કહે હલચલ લાગે છે.
એવું તો પૂષ્પોમાં શું છે?
ભમરા સૌ પાગલ લાગે છે.
– સિદ્દીક ભરૂચી | Siddiq Bharuchi
Leave a Reply