ચંદ્રની કોપી અસલ દેખાય છે,
ત્યાં સરસ રમતી ગઝલ દેખાય છે.
કોઈ તો કારણ હશે તુજ શહેરમાં,
મારા નામોનું કતલ દેખાય છે.
ખેતરોમાં “મોલ”ના બદલે હવે,
કંઇ મકાનોની ફસલ દેખાય છે.
રોજનીશી થઇ ગયા અખબાર સૌ,
જ્યાં અમારા હર અમલ દેખાય છે.
કાળા કરતૂતોના ગિરગીટ ન્હાઈને,
જાહેરી રસ્તે ધવલ દેખાય છે.
– સિદ્દીક ભરૂચી | Siddiq Bharuchi
Leave a Reply