ડાયરીનું એક પાનું
તારીખ : ૪-૮-૨૦૧૨
સમય : રાત્રે ૧૧-૩૦
“સાવ સહજ ઘટતી ઘટના પાછળની ઘટનાથી પણ આપણે આપણું અવલોકન કરીએ તો ઘણાં તથ્યો જડે છે”
નવનીત સમર્પણનો અંક મળ્યો.
આ અંકમાં હિમાંશી શેલતની વાર્તા “મંગળાચરણ” ખૂબ ગમી. એક નિરાધાર છોકરીની દશા જોઈને નાયિકાને એના માટે કંઈક કરવાનું મન થાય છે પણ અમલમાં મૂકી નથી શકતી. મનમાં વલોપાત થાય છે ને ઘણું મનોમંથન અનુભવે છે.
અંતે એક બિલાડીને “આશરો” આપીને સંતોષ માને છે..ને એને જ “મંગળાચરણ” ગણે છે!!
આ ઘટના પરથી એને સમજાય છે કે પોતે ઘણું બધું કરી શકવા સક્ષમ તો છે છતાં અમુક બાબતે લાચાર પણ છે
આ વાર્તા દ્વારા આપણે આપણી જાતનું મૂલ્યાંકન કરીએ તો સમજાય કે ક્યારેક કંઈક કરવું તો હોય પણ ન થાય ત્યારે આપણે અન્ય કશુંક કરીને એનો વિકલ્પ શોધીને મન “મનાવી” લઈએ છીએ.
માનવ મનની આ વિડંબના છે.
– લક્ષ્મી ડોબરિયા
Leave a Reply