સમયની
ને
સમાજની કસોટીઓ,
રોજ ઊગતા પ્રશ્નો
કે
ફરજની આડમાં લદાયલાં બંધનો મૂળમાં હોય ત્યારે,
ધોધમાર આંસુઓ સાથેની મૂંગી ચીસ
હું સાંભળી શકું છું.
ક્યારેક
પોતાના કે અન્યોના
હરખમાં
છલકાઈ જતી આંખોની સાથે
છલકાતો હરખ છૂપો નથી રહેતો!
વળી,
જે ક્ષણે
કોઈ માટે “સહુ સારા વાનાં થશે”ની પ્રાર્થના થાય છે
ત્યારે
સાવ સહેજે દ્રવતી
બંધ આંખોની સાથે
દ્રવતું હૃદય છે એ કહેવું નથી પડતું.
હે આંસુઓ! તમારી આ જુદી તાસીર મારી સંવેદનાને જીવાડે છે.
– લક્ષ્મી ડોબરિયા
Leave a Reply