હા..હું વ્યક્ત થાઉં છું.
આત્મશ્લાઘાનો દોષ વ્હોરીને ય
મારી વાત કરું છું.
વળી,
મોસમ મુજબ મ્હોરવાનું
અને
મળેલી જગામાં વિસ્તરવાનું પણ ક્રમશઃ કોઠે પડી ગયું છે.
કોઈ ન હોય ત્યારે,
હું મારી સાથે હોઉં છું.
અલબત્ત,
એનો અર્થ એવો તો જરાય નથી કે,
મને કોઈની જરૂર નથી.
પણ..
જ્યારે “કોઈના માટે” કશુંક કરું
કે
કોઈનો સંગાથ ઝંખું
ત્યારે.. એના અનુમોદનની લાલસામાં,
હું મારું “હોવું” ભૂલીને
કંઈક “થવાની” વેતરણમાં પડી જાઉં છું.
એટલે હવે
અનુમોદનની લાલસાના છેદ ઉડાડી
હું વ્યક્ત થાઉં છું.
લક્ષ્મી ડોબરિયા
Leave a Reply