ક્યાંક અધૂરા ઘડા છલકાતા હોય
ક્યાંક આછકલાઈ ઉછાળા મારતી હોય
ક્યાંક પરપોટા જેવો વિસ્તાર
ક્યાંક વળી અભિપ્રાય આપવાની ઉતાવળ
ક્યાંક વિવેક વગરનો વિરોધ
ક્યાંક આગળ વધવા માટે દિશા વગરની દોડ
ક્યાંક વેવલાઈ લાગે એવી નમ્રતા
ક્યાંક પોતાના સ્વમાનના ભોગે અન્યોની પગચંપી
ક્યાંક હું જ હું
ક્યાંક અતિજ્ઞાનના નશામાં વાણીવિલાસ
સાચું કહું તો આમાં
ઘણાંના અસલી ચહેરા,
અસલી વ્યક્તિત્વ
અને
અસલી વિચારો નજરે ચડે છે.
ને, ક્યારેક તો ઉકળી જવાય છે
પણ
ત્યારે ધીરજ ધરીને સ્થિર થાઉં છું.
આ માધ્યમે, સાચ્ચે જ
ધૈર્યના પાઠ શીખવ્યા છે.
– લક્ષ્મી ડોબરિયા
Leave a Reply