આમ તો
બધું જ્યાં હતું ત્યાં જ છે
જરૂરિયાત અને સગવડ મુજબના અસબાબ સાથે
ન દેખાય એવું ય ઘણું ગોઠવ્યું છે, ઘરમાં.
એટલે
અવારનવાર એ બધા પર હાથફેરો થતો જ હોય
ત્યારે, કેટકેટલાં સંદર્ભ જીવતાં થાય.
પણ
હમણાં હમણાં
હું વારંવાર
બધું ઉલ્ટાવી સુલટાવીને જોયા કરું છું.
બધું જેમ હતું એમ જ છે
તો ય
જાણે કશુંક ખૂટે છે,
કશુંક નથી જડતું
એ શું છે?
આ પ્રશ્નનો ઉત્તર
આજે
અચાનક જડી ગયો.
આ “ગોઠવણી” સાથે હતું એ
અનુસંધાન ખોવાઈ ગયું છે!
– લક્ષ્મી ડોબરિયા
Leave a Reply