સમસ્યા નહીં સમાધાનનો જ હિસ્સો બનજો
સમસ્યા નહીં સમાધાનનો જ હિસ્સો બનજો
પ્રપંચ નહીં પણ પ્રાવધાનનો જ કિસ્સો બનજો
સેવજો સદા અશક્ય સ્વપ્નોની જ સાકારતાને
જિંદગીનાં મયને તો નીટ જ અને સીધો પીજો
ઇમારતની ભવ્યતા કરતાં થજો પાયાની દિવ્યતા
ટોચ બીજા લાયકને આપી દઈ ‘બીજો’ બનજો
હિસાબ કરજો માત્ર ને માત્ર અસ્તિત્વ પાસે જ
તેથી ય જો કર્મ થતું હોયને ઊંચું,નીચો બનજો
થજો લવચિક દિન,દુઃખી,અબોલકલ્યાણ કાજ
રાવણ માટે જટાયુ સિદ્ધાંત ને એય રીઢો બનજો
– મિત્તલ ખેતાણી
Leave a Reply