મોટાં થઈને ય મોટાં રહેવું સહેલું નથી
પહેલું હોય ને તે દર વખતે પહેલું નથી
મોટાં થઈને ય મોટાં રહેવું સહેલું નથી
માન્યું ખોટાંને ખોટું કહેવું અઘરું જ છે
સત્યને પણ સત્ય બધાંએ કહેલું નથી
મૃત્યુ પછી જ તો યાદ આવે છે ને ગંગા
શુધ્ધ થવા જીવન કદી ગંગામાં વહેલું નથી
‘કરીએ એટલું થાય’ માનનારથી જ થાય
‘થાય એટલું કરીએ’વાળાએ કૈ કરેલું નથી
એમ થાત તો થાત નગ્ન તો અસ્તિત્વ જ ને
તેથી જ તો ચીરહરણમાંય ચીર સરેલું નથી
– મિત્તલ ખેતાણી
Leave a Reply