જૂનાં કે નવાં એ તમામ યાદ આવે છે
વરસાદમાં કોઈને નામ યાદ આવે છે
તો કોઈને ભરેલાં જામ યાદ આવે છે
ભીંજવે છે બ્રહ્મચારીને પણ એ એવો
વર્ષામાં તો એને ય કામ યાદ આવે છે
મૈત્રી,દગો, આકર્ષણ ને એવું બધું જ
જૂનાં કે નવાં એ તમામ યાદ આવે છે
દંડ,ભેદ ને એથી ય આગળનું કલ્પાય
પ્રેમ,યુદ્ધમાં ના સામ,દામ યાદ આવે છે
નામ માટે કામ કરે ને ત્યાં સુધી તો ઠીક
કામ ના કરે એવાંયને નામ યાદ આવે છે
આશયોને આયોજનોમાં ફેરવી શકે જે
ઇતિહાસને તો એ તમામ યાદ આવે છે
-મિત્તલ ખેતાણી
Leave a Reply