માવતરનાં ભાગ્યને ફાધર્સ ને મધર્સ ‘ડે’ મળે છે
એક ને પણ ના માંગો ને તોય એ બે મળે છે
દુર્ભાગ્ય તો દલા તરવાડી ની જેમ ‘લે’ મળે છે
આકસ્મિક ખુશી ક્યાં માંગી તી વાસ્તવિકમાં?
જેને જેવું ને જે જોઈએ તેને ક્યાં તે મળે છે
વ્યક્ત થાય છે એ એકલતાનાં ડૂસકાંઓમાં જ
લાગણીને કદી ક્યાં કોઈ અક્ષર દેહ મળે છે
ભાષા એ છે આ કે બોલે સૌ,સમજે ના ઉભય
આંતરનાદને પ્રતિભાવ તો ઘેટાંનો ‘બેં’ મળે છે
રડતી રહે મમતા ૩૬૪ દિવસ આ એક દિ માટે
માવતરનાં ભાગ્યને ફાધર્સ ને મધર્સ ‘ડે’ મળે છે
-મિત્તલ ખેતાણી
Leave a Reply