તારી સાથે વૃદ્ધ થવું ગમશે
તારી સાથે વૃદ્ધ થવું ગમશે
પુણ્યસંચયે સમૃદ્ધ થવું ગમશે
વાસણ ખખડશે જ તારી સાથ
ને મૈત્રીપૂર્ણ યુદ્ધ કરવું ગમશે
સતત હસવાથી તો દુઃખશે પેટ
વારતહેવારે ક્રુધ થવું ગમશે
તારો હાથ,સાથ પહેરાવીને હૈયે
કાલાંતરે યુગ્મ લુપ્ત થવું ગમશે
હવે ક્યાં ને શું કામ શોધ કોઈની
જન્મોજન્મ ઉપલબ્ધ થવું ગમશે
સોંપશુ પૂર્ણ દીપશિખા આગામીને
પ્રભુ ચરણે સૃશ્રુપ્ત થવું ગમશે
લાલ ચૂંદડી છે અંતે મનોરથ તારો
તુજ ગંગાજળથી તૃપ્ત થવું ગમશે
~ મિતલ ખેતાણી
Leave a Reply