ખુદની ભૂલ માટે વકીલ,અન્યની ભૂલ માટે જજ હોય છે
આવી અને આટલી માનસિકતા સૌ માં સહજ હોય છે
ખુદની ભૂલ માટે વકીલ,અન્યની ભૂલ માટે જજ હોય છે
વિશ્વનું જે થાવું હોય તે થાય,વ્યસ્ત છે સૌ સ્વાર્થપૂર્તિમાં
હવે ક્યાં દધીચિ મળે છે કે જેનાં જ થકી વ્રજ હોય છે
પીરસનારાને જમી લેવું છે,પાયાને ઇમારત થવું છે તેથી તો
હવે તો રજનું પણ ગજ થાય ને ગજનું પણ રજ હોય છે
વા છુટનાં અવાજથી શયનકક્ષમાં સંતાઈ જતા શબ્દવીરો
ત્રીજું વિશ્વયુદ્ધ કરીને અનિષ્ટોને મારવાને સજજ હોય છે
ફરી ફરીને બોલનાર અને બોલીને ફરી જનારનાં આ યુગમાં
દુશ્મન તો ઠીક મિત્રનાં હાથમાં પણ ખંજર સહજ હોય છે
-મિત્તલ ખેતાણી
Leave a Reply